...

32 views

પ્રેમ ની પવિત્રતા.
દોસ્તી છે આપણી શ્રીકૃષ્ણ - સુદામા જેવી,
તો હાલ ને આ દોસ્તી ને આપણે પ્રેમ નું નામ આપી દયેને.

પ્રેમ છે આપણો શ્રીકૃષ્ણ-રાધા જેવો,
તો હાલ ને આ પ્રેમ ને આપણે અટુટ બંધન માં જોડી દયેને.

લગ્ન છે આપણા શિવ- પારવતી જેવા,
તો હાલ ને આ લગ્ન ને પવિત્ર બંધન માં પરોવી
દયેને.

ઘર છે આપણું સ્વર્ગ સુંદર જેવું,
તો હાલ ને આ ઘર ને નાના પગલાંઓ થી હજી
સુંદર કરી દયેને.

બાળક છે આપણું ,
થઈ ગયું છે મોટું,
તો હાલ ને એને પણ જીવન માં આગળ વધવા નુ
શિખામણ આપી દયેને.

દીકરો છે આપણો થઈ ગયો પવિત્ર પ્રેમ બંધન ના લાયક,
તો હાલ ને એને પણ આપણા પ્રેમ ના બધંન ના જેમ પવિત્ર બંધન માં જોડી દયેને.

ડોસા છે આપણે ,
પણ પ્રેમ ન થયો ડોસો,
તો હાલ ને આ જીવન- મૃત્યુ ના સમય મા
વિતેલા દિવસો ને પાછા પ્રેમ ના દિવસોમાં બદલી દયેને.

મરણ છે આજે આપણું,
બળીને રાખ થશે શરીર આપણું,
તો હાલ ને આ મરણ ના દિવસે પાછું પવિત્ર બંધન માં જોડાવા નું વાઈદો કરી દયેને.

© black Rose