...

7 views

બંધનમાં
જોટો નથી કોઈ એનો, નજર કરી જોઈ લ્યો કૃષ્ણ સુદામાના નેહ બંધનમાં,
હૃદય તણો છે નિશ્ચલ ભાવ, એ નિસ્વાર્થ મૈત્રી તણાં અનુબંધનમાં.

ન થઈ શક્યાં એક પણ સંબંધ અમર અને શાશ્વત છે જેમનો,
દૈહિક નહીં પણ આત્મિક ભાવના છે, રાધાકૃષ્ણ તણાં પ્રેમ બંધનમાં.

અનુબંધ નથી કોઈ નિશ્ચિત સમયાવધિનો, સંબંધ છે જન્મ જન્માંતરનો,
સાહચર્ય અને સહજીવનની ઉષ્મા પ્રતિત થાય વિવાહ તણાં ગઠબંધનમાં.



© "मनु"

Related Stories