...

3 views

પ્રેમની પીડા
સાંજ પૂર્ણતા તરફ જઈ રહી હતી અને થોડાક સમય પછી
અંધકારમાં લપેટાઈને રાત આવી
પણ આ વખતે નક્કી કર્યું હતું
કે હવે કોઈ જ વિચાર નહિ કરીને,એને યાદ કર્યા વગર
શાંતિથી સુઈ જાઈશ
પણ પણ પણ
એવું થયું નહિ
આંખો બંધ કરતા જ
એજ યાદો,ફરિયાદો,સંવાદો, વિવાદો ઘેરાઈને
મારા વિચારોમાં સમેટાઈ ગયા...
એક જોરદાર ડરાવની ચીખ હદયમાંથી નીકળી
પણ એ હદયમાં જ સમાઈ ગઈ
શ્વાસમાં ભળીને સૂનકાર બની ગઈ
એ બહાર જ ન આવી શકી...
આંસુઓ ટપકીને તળપીને આખરે રોકાઈ ગયા.
પ્રેમમાં ખુશી અનુભવીને એની પીડા પણ અનુભવી લીધી.
એક ગમતી વ્યક્તિની અધૂરપ જિંદગીને બેરંગ બનાવી ગઈ.
અને આ જ વિચારોમાં,ઉદાસીમાં
સવાર પડી ગઈ.
© Saurabh Joshi