...

1 views

ગણિત ગઝલ:


લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે, વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું, હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ, કે, હ્રદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે, ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખાની વચ્ચેનો હું અવકાશ છું, શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

અને છેલ્લે...

ચાલ જીંદગી, થોડુ બેસીએ, મારાં કરતા, તુ વધારે થાકી ગઇ છે.
© 🄷 𝓭𝓪𝓵𝓼𝓪𝓷𝓲𝔂𝓪