...

2 views

માં
#WritcoPoemChallenge
માં
શું રે આપ્યો વહાલ માં તે ન જડ્યો જગમાહી ક્યાંય
ક્યાંથી લાવ્યો તે વહાલ આવો ખોળ્યો ન જડ્યો ક્યાંય
માડી ના જડ્યો બીજે ક્યાંય
સામે તો આવ્યા ભીષણ ઢગ સમસ્યા તણા અઢળક
પણ તું જે હતી સાથ તો એ લાગ્યા જાણે તણખલાં પેલા ઘાસ તણા પડ્યા ચાર
આવી જ્યારે અડચણો એતો નાઠી મુઠ્ઠી મારી જોઈ તારી એ વિકરાળ આંખ
હા હતી તારી આંખ વિકરાળ પણ બસ એ અડચણો માટે
અમ બાલુડા માટે તો એ કરુણા ઝરતી મીઠી છાયડી
આપે બહુ મોટો હાશકારો
અમે કદાચ કરીએ માફ કોઈને તું રાખતી હિસાબ સહુના સાથ
હા, શીખવતી બે વાત કે તમે જો રાખશો હિંમત તો હું છું આપની સાથ ને હોવ જો સાચા તો ના પડતાં ક્યાંય પાછા.
માડી ને વાર ન લાગે ખોટું લાગતા ને વળી માફ કરે પળ વારમાં એવી ભોળી રે મારી માં
કેવી વહાલી રે મારી માં
© All Rights Reserved