...

1 views

અનકહી
વર્ષોથી ભીતર એક વાત છુપાયેલી છે
ચાલો આજે એને આઝાદ કરી દઉં.
કોઈ ન સમજે તો પણ ચાલશે
ચાલો આજે એને શબ્દનું રૂપ આપી દઉં.
એ છોડી ગયા એનું દુઃખ નથી
પણ કારણ કહી ગયા હોત તો સારું હતું.
પ્રેમ મારો ઓછો પડ્યો ખબર નથી
પણ સાચો હતો જાણ્યો હોત તો સારું હતું.
હવે સાથે નથી એ મહત્વનું નથી
તું યાદ આવીશ કહી ગયા હોત તો સારું હતું.